Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

છે દર્શન તવ અગમ્ય

છે દર્શન તવ અગમ્ય

1 min
173


  • છે દર્શન તવ અગમ્ય!……

 

 છે  આ વિશાળ જગતની  શરૂઆત સૂક્ષ્મે,

ને  સૂક્ષ્મમાં  જગ   દીઠું   આખું  વિશાળ

ભળ્યા પરસ્પરતો નિત્ય જ એ અનોખા,

જુએ  વિજ્ઞાન  વિસ્મયથી  આ રંગ થાળ

 

કેવો  જ  શોભત  આ  વર્ણ તારો   નીલો!

આકાશ  તત્ત્વ  અનંતા  દૈવી    ગુપ્ત

જાણું    અંધારે;     શ્યામલ   દુવિધા

દે આશરો  સકળ સંઘ  તોય તું અલિપ્ત!

 

જાયા  અમે  ;  ધરી  નાતો  પંચતત્ત્વે

પૂછું સ્વયંને  કોણ  રમતું   મસ્ત  ધીરે?

છોડી  ધરા;  ગમતું  ઘૂમવું  આભ મધ્યે

પામું વિસામો ,  ધરી અંબર  છત્ર શિરે

 

શું છે તું તત્ત્વરમે  સામે પણ ન  જાણું

છે દર્શન તવ અગમ્ય! નમું હું અનંતા(૨)





Rate this content
Log in

Similar gujarati poem from Inspirational