STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

છાયાં વાદળીયાં ઊંચે રે આભલે

છાયાં વાદળીયાં ઊંચે રે આભલે

1 min
269

છાયાં વાદળીયાં ઊંચેરે આભલે...


ઘનઘોર ગાજીઆભ ચમકતો, આવ્યો મેઘો નાચી

હું  રાજી , રાજી વનરાજી નાચતા  મોરલા  કાજી

છૂટ્યા વાયરા. ઝૂમ્યાં હૈયાંઅષાઢ થઇ ઊભરાયાં

ભીંજ્યા ઝરૂખા, રુપ નીતર્યાંઅંગ  અંગ  રંગાયાં

અવસર આનંદના અષાઢી બીજે
દર્શન દેશે જગન્નાથજી રે
રથ રાજવી ને ઝૂલે રે હાથીડા
શોભે બલરામ સંગ શુભદ્રાજી રે

છાયાં વાદળીયાં ઊંચેરે આભલે
છોગાળો છાંટણાં ઝીલેજી રે
દેવા દર્શનીયાં ઘરઘર આંગણે
રથે બીરાજ્યા વીરાઓજી રે

આવોને લૂંટવા લ્હાવા લાખેણા
નગરે નગારાં વાગેજી રે
ધર્યા છે પ્રસાદ મગ જાંબુના
આરોગો જનજન ઝૂમીજી રે

ભાવે રે ધરશું મોંસાળું પ્રભુજી 
તુલસીને મેઘી અમી ધારાજી રે
કરૂણા તમારી પથપથ પ્રગટે
ધન્ય ધન્ય! અમે જદુરાયજી રે

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational