STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

4  

Dr.Riddhi Mehta

Inspirational

ચાનક જિંદગીની

ચાનક જિંદગીની

1 min
328

એક અંધારી થઈ કાળી રાત,

ઉમટ્યાં એ મનનાં ઉંડા સવાલ,


કોણ છું હું ? શું જોઈએ મને ?

અતૃપ્ત મનની આકાંક્ષા અનેક,

જીવવાની જોઈએ છે ચાનક !


ઉગમણે ઉજાસમાં છુપાતી વાત,

મનને ગમતાં મોજભર્યા સવાલ,

મોજીલો હું ? મારે કરવું શું ?

મસ્તીભર્યા મનની મહેકતી લહેર,

જીવવાની જોઈએ છે ચાનક !


સફરમાં હોય હમસફરનો સાથ,

પ્રેમનો હોય પાંગરતો પ્રેમવિહાર,

પ્રેમ શું ? તારાં વિના જીવવું શું ?

ધડકનો વધતી જાય જોઈ તને,

જીવવાની જોઈએ છે ચાનક !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational