ચાંદામામા
ચાંદામામા
ચાંદો રહેતો દૂર આકાશમાં,
શીતળતા એના પ્રકાશમાં,
સ્વજન સમાન એતો લાગતો,
સૌને એક સમાન નિહાળતો,
એનો તો છે એક એવો નિયમ,
રહેતો તેમાં સદાય કાયમ,
એને જ્યારે પણ સમય હશે,
એક વાર ખબર લઈ જશે,
જાણી લે એ મનનાં હાલચાલ,
મન મૂકીને વરસાવે વહાલ,
પોતાની સાથે રાખે હરદમ,
એનો ચમત્કારી એવો મલમ,
તાપ સહન કરતો અપાર,
ગરમી હોય તેમાં પારાવાર,
તેના શરીરે ફોલ્લા પડી જાય,
પૃથ્વી પર તો ઠંડક જ મોકલાય,
એટલે જ ચાંદામામા કહેવાય.
