STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

ચાલોને ઉજવીએ દેવદિવાળી સૌ સંગાથે

ચાલોને ઉજવીએ દેવદિવાળી સૌ સંગાથે

1 min
315

આંગણે રંગોની રંગોળી પૂરાવીએ

કંકુ ચોખાના આજે સાથિયા બનાવીએ

ચાલોને ઉજવીએ સૌ દેવદિવાળી સંગાથે...!


દીવડાઓ આજે ઝગમગ પ્રગટાવીએ

ઘર આંગણે તેની હારમાળા રચાવીએ

ચાલોને ઉજવીએ સૌ દેવદિવાળી સંગાથે....!


ફૂલડાં કેરા હારલા બનાવીએ

તુલસીવિવાહના વધામણા કરીએ

ચાલોને ઉજવીએ સૌ દેવદિવાળી સંગાથે...!


નવા નવા કપડાં પહેરીને

મંદિરે ભગવાનને આજ મનાવીએ

ચાલોને ઉજવીએ સૌ દેવદિવાળી સંગાથે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational