ચાલો ત્યારે
ચાલો ત્યારે


ચાલો ત્યારે,
જિંદગીને નવી દિશા આપી,
વધારે સરળ અને આનંદિત બનાવીએ.
ચાલો ત્યારે,
સંપથી એકબીજા સાથે એક થઈને,
જીવનને પ્રસન્ન રીતે માણીએ.
ચાલો ત્યારે,
ઈર્ષ્યા, અદેખાઈ, કૂટનીતિને બાજુએ મૂકી
લાગણીનો નવો સેતુ બાંધીએ.
ચાલો ત્યારે,
ભ્રષ્ટાચાર અને બળાત્કારને અટકાવવા,
પોતાની જાતને મજબૂત બનાવીએ.
ચાલો ત્યારે,
આપણા માતા પિતા તથા વડીલોને સાચવી
વૃદ્ધાશ્રમને વધતા અટકાવીએ.
ચાલો ત્યારે,
દીકરીને પેટમાંજ મારી નાખવા કરતા,
તેને જન્મ આપી ગર્વની લાગણી લઈએ.
ચાલો ત્યારે,
કચરો ફેલાવીને ગંદકી કરવાના બદલે,
વ્યવસ્થિત જગ્યાએ તેનો નાશ કરી,
પર્યાવરણને સ્વચ્છ બનાવીએ.
ચાલો ત્યારે,
આજે ભેગા મળી શપથ લઈએ કે,
આવનારી પેઢીને કઇક અલગ આપીએ.
ચાલો ત્યારે,
આજે આપણાથી જ શરૂઆત કરીએ
જિંદગીને સ્વસ્થ અને નિરોગી બનાવીએ.
ચાલો ત્યારે,
સૌ એક થઈ જઈએ અને આ
જિંદગીની ભરપૂર મોજ માણીએ.