ચાલો સ્વતંત્ર દિન મનાવીએ
ચાલો સ્વતંત્ર દિન મનાવીએ
કરીએ સ્વતંત્ર દિનની આપણે ઉજવણી,
રાખી એકતાનો ભાવ,
ચાલો દૂર કરીએ નાત જાતનાં ભેદભાવ,
સૌ એકબની ઉજવીએ વિશ્વમાં કાયમ કરીએ એકતાની મિસાલ,
ચાલો દૂર કરી નાખીએ આપણે સૌ અભાવ,
નાત જાતનાં ભેદભાવ ભૂલી દેશને ખરા અર્થમાં કરીએ મહાન,
આંગળા નાખી જશે આખું જહાન,જોઈ આપણો સમભાવ,
સ્વતંત્ર દિનની ઉજવણી કરી લઈએ રાખી હૈયે સદભાવ,
ફક્ત શબ્દોથી જ નહિ પણ કાર્યથી લાવીએ આપણે જરૂરી બદલાવ.
