ચાલને રમીએ હોળી હોળી
ચાલને રમીએ હોળી હોળી
હું લાવું રંગબેરંગી રંગ,
તું બનાવ રંગોળી,
ચાલને આપણે રમીએ હોળી હોળી,
નફરત, ઈર્ષ્યા, અદેખાઈ, બુરાઈ ને આગમાં દઈએ હોમી,
ચાલને આપણે રમીએ હોળી હોળી,
તારા અહંકાર ને નાખ ફુગ્ગા જેમ ફોડી,
તારા દુર્ગુણોને દે તું છોડી,
તારા આત્માને લે ઢંઢોળી,
લાવ સદગુણોને ફંફોળી,
ચાલને આપણે રમીએ હોળી હોળી,
ગમ, ઉદાસી, હતાશા ને માર ગોળી,
ચાલ ખુશીથી ભરી દે સૌની ઝોળી,
ચાલ આપણે રમીએ હોળી હોળી,
પ્રેમ, સાથ, સહકારની જમીએ આપણે પૂરણ પોળી,
જો ને ખુશીઓ સંગ લાવી આ હોળી,
સૌના હૃદયમાં પૂર તું આ રંગબેરંગી રંગોળી,
ચાલને આપણે રમીએ હોળી હોળી,
કરવા ઉદ્ધાર આ ભારત ભોમકાનો,
હૃદયની પીંછીને લે પ્રેમના રંગમાં ઝબકોળી,
જો ને મા ભોમની રક્ષા કાજે,
આવી આ જવાનોની ટોળી,
ચાલને આપણે રમીએ હોળી હોળી.