ચાલને મન
ચાલને મન
ચાલ મન કંઈક કરીએ,
દુર્ગુણોનો નાશ કરી,
સુંદર ગુણોને જન્મ આપીએ,
ઈચ્છાઓનાં ઘોડાપૂર પર સંયમની પાળ બાંધીએ,
ખુદને ખોળી ઈશ્વર સાથે પ્રીત બાંધીએ,
કિસ્મતની વાત છોડી,
કાંડા પર જોર દઈએ,
આમ પુરુષાર્થની સાથે દોસ્તી બાંધીએ,
ચાલ મન કંઈક કરીએ,
જગતમાં નામ આપણું ઊંચું કરીએ,
તોડી દઈશું ચટ્ટાન પણ,
પર્વતને પણ ઠોકર લગાવશું,
મંઝિલ મેળવવાની ધૂનમાં,
ચાલને આ ધૂળને પણ રત્ન કરીએ,
ચાલને મન કંઈક કરીએ,
ભીતર ભર્યા ભંડારને આમ ખોલીએ,
મળેલી ક્ષણોને આમ પરમાર્થ કાજે વાપરીએ,
ચાલને મન કંઈક કરીએ.
