ચાલને દરિયો ડહોળી લઈએ
ચાલને દરિયો ડહોળી લઈએ
અંધકાર ભરેલી રાત્રિ જેવા જીવનમાં,
જાતને દીપક બનાવી ઝળહળી લઈએ,
દુનિયાના સર્જનહાર ને ઓળખવા ચાલો,
આપણે આપણી જાતને મળી લઈએ,
આ તારું ને આ મારું એવો જુદારો શા માટે ?
ચાલોને આપણે એકબીજામાં ભળી જઈએ,
જેમ તેમ જીવી નાખવા જેવું નથી આ જીવન,
અમૂલ્ય મોતી મેળવવા ચાલો જીવનનો દરિયો ડહોળી લઈએ,
ઓછું ના આંક મૂલ્ય તારું, પરમાત્માનો અંશ છે તું,
બસ જીવનને સાર્થક કરવા ચાલ જાતને ઢંઢોળી લઈએ.
