STORYMIRROR

purvi patel pk

Children

3  

purvi patel pk

Children

ચાલને બાલુ

ચાલને બાલુ

1 min
138

ચાલને બાલુ, આજે આપણે ફિલ્લમ ફિલ્લમ રમીએ,

હું ચકીરાણી ને તું બની જા ચકારાજા,

સાથે ઊડી જઈએ ને, આકાશને આંબી લઈએ,


ખિસકોલીની માફક, ઝાડ પર કૂદા-કૂદ કરીએ, 

મોબાઈલ મૂકી દઈએ ને, ઢીંગલા-ઢીંગલી રમીએ,

ચાલને બાલુ, આપણે આજે ફિલ્લમ ફિલ્લમ રમીએ,


લાલ પીળી મોટર અને હસતો ગાતો જોકર, 

હું લઈ આવું સોટી ને, તું બની જા ઘોડો,

વાંદરાભાઈની સેના અને હાથીભાઈની ટોળી, 

રંગબેરંગી ગીતો ગાવાની, જો ને કેવી પડે મજજા,

ચાલને બાલુ, આપણે આજે ફિલ્લમ ફિલ્લમ રમીએ,


વિડીયો ગેમ ફગાવીએ ને, માટીમાં આળોટીએ, 

ચેસ-લુડો છોડીને, આંબલી-પીપળી રમીએ, 

તું મારો હીરો ને, હું બનું તારી હીરોઈન,  

હિંચકે બેસીને આપણે બંને, ગીતો મજાના ગાઈએ,

ચાલને બાલુ આપણે આજે ફિલ્લમ ફિલ્લમ રમીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children