STORYMIRROR

Tanvi Tandel

Inspirational Others

3  

Tanvi Tandel

Inspirational Others

ચાલ સહિયર

ચાલ સહિયર

1 min
14.1K


ખરીદીની આ મોસમમાં માણીએ ,

અઢળક તમન્નાનું આકાશ,

નવા કપડાં, નવી ખુશી, સઘળું હશે નવીન.

ચાલ સહિયર નવીનતાનો આ અવસર ઉજવીએ.


મઠિયાંની મહેંક ને સુવાળીની સુંવાળપ સંગ,

ઘૂઘરાના તાલે આપણેય રણકીએ.

દીવડાઓની હારમાળા રચ ,

અંતરમાં સાચો સ્નેહનો ઉજાસ પ્રગટાવીએ.


મારું-તારું, વેરઝેર, ભેદભાવો મનમાંથી નાબૂદ કરી

એ જ બાળપણની તોફાની અદાથી

ચાલ સહિયર દિવાળી ઉજવીએ.


ફોનની શુભેચ્છાઓની ફોર્મલિટી કરીએ પૂરી,

બનીને હવે મસ્ત મોજીલા,

ચાલો રૂબરૂ મળી મિટાવીએ દૂરી,

છોડી એ રોજિંદા વ્યસ્ત કામોની લપ,

ચાલ સહિયર દિવાળી ઉજવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational