STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલ રડતાને હસાવી લઈએ

ચાલ રડતાને હસાવી લઈએ

1 min
317

ચાલ દિલમાં લાગણી વાવી જોઈએ,

હદયની ઊર્મિઓને ગઝલમાં વહાવી દઈએ,

નફરત વેરઝેર ઈર્ષ્યાથી શું મળશે ?

ચાલ દુશ્મન ને પણ દોસ્ત બનાવી લઈએ.


જો કોઈ હોય પોતાનો આજે રિસાયેલો,

તો ચાલ પ્રયાસો કરી એને મનાવી લઈએ,

સુખ દુઃખ તો જીવનનાં બે પાસા છે,

ચાલ દુઃખને શંકર બની ગટગટાવી લઈએ.


કોઈ ભટકી ગયું છે રાહ પરથી,

તો ચાલ હાથ થામવા એનો,

એના તરફ પાવ ધપાવી દઈએ,

પ્રાર્થના કે બંદગી કરતા પહેલા,

ચાલને એક રડતા આદમીને હસાવી લઈએ.


દાન પુણ્ય ને દેખાડો કરતા પહેલા,

ચાલને કોઈ ભૂખ્યા આદમીના પેટમાં રોટી નખાવી દઈએ,

મળી જશે કોઈ મોંઘેરું મોતી એક દિન,

ચાલને પોતાની જાતને સોનાની જેમ તપાવી દઈએ.


મોટા બાગ બગીચાને શું કરવા આપણે ?

ચાલ કોઈના સુના હૈયે ખુશીના ફૂલ ખીલવી દઈએ,

દુઃખ નિરાશા ઉદાસી તો જીવનનો હિસ્સો છે,

ચાલ મોજ કરીએ,આ ઉદાસીને દૂર ફગાવી દઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational