ચાલ દોસ્ત.
ચાલ દોસ્ત.
ચાલ દોસ્ત આજે મળી લઇએ !
શું રવિવાર ને શું રજા ?
ચાલ આપણે કરીએ મજા
ચાલ મન થાય ત્યારે મળી લઈએ
વાત વાતમાં ઝગડી લઈએ
અર્ધી રાતે પણ કોલ કરી લઈએ
આપણે ક્યાં જરૂર કોઈ ફોર્માલીટીની
બસ આમ જ બટન વગરનાં શર્ટ
અને ફાટેલી કમીઝ સાથે મળી લઈએ
ચાલ એક આંબલીના બે ટુકડા
એક તારો ને એક મારો
બસ આ જ આપણી મનપસંદ પાર્ટી મનાવી લઈએ
ચાલ દોસ્ત આપણે મળી લઇએ
એક સાયકલમાં વારા કરી
ચાલ મર્સિડીઝની મજા માણી લઈએ
ચાલ દોસ્ત આપણે મળી લઇએ
એક ચાયના બે કટિંગ કરી
ચાલ કીટલી પર તાજ હોટેલ જેવી મજા માણી લઈએ
ચાલ વરસતા વરસાદે મકાઈ
ને સિંગ ખાવાની મજા માણી લઈએ
પિત્ઝા ને બર્ગરને કોરાણે મૂકી
આ ઓળા રોટલાની મજા માણી લઈએ
ચાલ આ સરોવરની પાળ,
આ આંબા ની ડાળ
આ વડલાની વડવાઈ એ હિચકિયે
આ પીડાને નદીમાં પધરાવી
ચાલ હોંશે હોંશે સંતાકૂકડી રમી લઈએ
ચાલ દોસ્ત આ પાટીપેન લઈ ફરી સ્કૂલે જઇયે
રિસેસમાં સૌનો નાસ્તો ભેગો કરી
પિકનિક ની મજા માણીએ
ચાલ દોસ્ત આ જીવનની વેદનાઓને ભૂલી
ફરી એક વાર એ સોનેરી જીવન જીવીએ
