STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

ચાલ, આજ બેસતું વરસ ઊજવીએ !

ચાલ, આજ બેસતું વરસ ઊજવીએ !

1 min
23

ચાલ, આજ બેસતું વરસ ઊજવીએ !

તારા ને મારા સાથને ઊજવીએ !


તારા ન બોલાયેલા શબ્દો ને સાંભળીએ,

ને મારી અંતરમાં ધરબાયેલી લાગણીને પંપાળીએ !


ચાલ, આજ પ્રેમની રંગોળી કરીએ,

ને સાથ ને સહવાસના સાથિયા કરીએ !


ચાલ, આજ, એકબીજાની ભૂલોને ભૂલીએ,

ને અંતરમાં અજવાળા પાથરીએ !


ચાલ, આજ તારા સપનાંઓને મારી આંખે જોઈએ,

ને, મારા અધૂરા અરમાનની રંગોળી રુડી કરીએ !


ચાલ, આજથી દરેક દિવસને, ઉત્સવ એક દિવાળીનો ગણીએ !

ને લાભ ને શુભ ચોઘડિયાને આપણે,

ચાલ, આપણા સહવાસમાંજ રોકી લઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational