STORYMIRROR

Neeta Chavda

Thriller Others

3  

Neeta Chavda

Thriller Others

બસની મુસાફરી

બસની મુસાફરી

1 min
293

બસની સાથે

શરૂ થૈ મુસાફરી

મારા મનની !


બસમાં છું ને

વિચારો ઘરનાં જ 

ઘરમાં જ છું !


બસ કહે, “હો

ખેડવી બીજી દિશા”,

રોડ બદલ !


સ્મરણ તારું

સફરમાં સાથે જ.

એની ટિકિટ ?


એવુંય બને

હૈયું સ્ટેશન વિના

ઊતરી પડે !


ક્યાં પહોંચાશે

શી ખબર ? જિંદગી

બસ થોડી છે !


રોડનો સાથ

છોડ્યો ને બસ તો

રઝળી પડી !


દોડતી બસ

થાકે નૈ, એમાં બેસી

થાકે છે લોકો !


બસની બંધ

બારી વિચારે… ઘણાં

દ્રશ્યો ગુમાવ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller