બસ તને જ
બસ તને જ


પ્રણય નશામાં ચકચૂર તારા નયનમાં તલ્લીન,
ઝંખવતા આ શ્વાસમાં તુજવીના બેહાલ હું,
ઠોકરે અથડાતી વેરાતી હું તુજને જ ઝંખું.
આવને હુંજ તારી મીરાંને ને રાધા તારી હું,
એ ક્ષણ એ પ્રેમ એ પ્રણય એ વ્હાલમાં,
ખખડતી સ્મૃતિમાં તારા સ્નેહે અખંડ હું,
નારાજગી છોડી નિહાળી લે હૈયાની બખોલે,
વિશ્વાસ છે હજુય વસુ છું ત્યાં બસ હું,
તારી ઉદાસી તારા અણગમા તારા મૌનમાં,
શ્વાસ રૂંધતી છાતીનો ઘોંઘાટ છું હું,
તને ભૂલવાની વ્યર્થ કોશિશ કેમ કરું હું ?
પ્રયાસ મારા ડૂમો થઈ બાઝયા કરે છે,
વિચારોની વિરાટ અથડામણ યાદ બની,
વીંધી રહી છે ક્ષણ ક્ષણ ભેદી રહી છે,
એકવાર કદાચ ઝંખે મને તો આવી જા,
ફાટફાટ કરતા હૈયે તનેજ શ્વસુ છું હું,
આથમતી જિંદગીના આ આખરી શબ પર,
તારી જ છું હું તારી જ છું હું.