બંસરી
બંસરી
ભારતીય સંસ્કૃતિનું અનોખું વાદ્ય
બંસરી બાંસુરી મનાય,
વાંસળીના ત્રણ જન્મ સ્થળો
ઈજીપ્ત, ગ્રીસ, ભારત ગણાય,
ત્રાંસી વાંસળી ભારતમાં દેખાતી
ફિપલ વાંસળી બધે વપરાય,
શ્રીકૃષ્ણને વ્હાલી વાંસળી
ગોપીઓ ઘેલી થાય,
નામ વાંસળી પડે જ્યારે
શ્રીકૃષ્ણ યાદ આવી જાય,
શ્રીકૃષ્ણ છે તો વાંસળી છે
એકબીજાના પર્યાય ગણાય,
વાંસળીવાદક પન્નાલાલ ઘોષ
ભારતીય સંગીતમાં માનનીય મનાય,
હરિ ચોરસિયા શ્રેષ્ઠ (બાંસુરી) વાદક
ખ્યાતિ દુનિયા ભરમાં થાય.
