STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

બંધન

બંધન

1 min
333

આ કેવાં બંધને બંધાઈ ગયાં અમે ? 

જિંદગીભર સાથે રહેવાં બંધાઈ ગયાં અમે. 


સાત ફેરા ચોરીમાં સાથે ફરી લીધાં અમે, 

લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં અમે. 


દિલ એકને શરીર જુદા જુદા એ વિચારમાં, 

આત્માનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં અમે. 


દિલની ધડકનો સમાઈ ગઈ તમારામાં, 

શ્વાસોના શ્વાસની મહેકમાં બંધાઈ ગયાં અમે. 


નજરથી નજરને મળાવીને ઝૂકાવી લીધી, 

પ્રેમનાં અનોખા બંધનમાં બંધાઈ ગયાં અમે. 


તમારી નિતાંત સુંદરતાની લહેરોની ઝપેટમાં, 

આવીને લાગણીઓના બંધનમાં બંધાઈ ગયાં અમે. 


"સખી" દિલનાં દરિયાની લાગણીઓ અમે વહેતી મૂકી, 

એકબીજાનાં બાહુપાશમાં બંધાઈ ગયાં અમે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance