STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

બંધ કર

બંધ કર

1 min
410

સ્વ સાથે રોજ રોજ તું રમત છળકપટની રમવાનું બંધ કર,
એક પછી બીજા ઊભાં થતાં તારા વિચારને ખો આપવાનું બંધ કર !

રોજ રોજ ભીતર સંઘરેલા રંજની સારસંભાળ કરી કરીને,
અંતરમાં ઉછરી રહેલા દ્વંદ્વની આળપંપાળ કરવાનું બંધ કર !

આભાસી ક્ષિતિજ પરથી તને સત્યનો તાગ મળી ગયો હોય તો,
સાંબેલામાં ફૂંક મારી વાંસળીનાં રાગ સંભળાવવાનું બંધ કર !

કહે કબીરા પાણીમાં આગ લાગી ને માછલી ચડી છે ઝાડ પર,
જૂઠી ભ્રમણાઓને પોષણ આપી જાતને છેતરવાનું બંધ કર !

એના એકેય અફસાનામાં ક્યાંય નથી ઉલ્લેખ તારા નામનો,
એને યાદ કરીને હવે વારંવાર ફરિયાદ કરવાનું બંધ કર !

નથી પારખી શકાતો રોગ આ પ્રેમનો રોજ રોજના નિદાનમાં,
ખોટા દિલાસાઓના ઔષધો થકી સારવાર કરવાનું બંધ કર !

ખુદનાં વજુદનો પત્તો નહીં ને તું કરે છે તકરીર ખુદા વિશે,
સ્વની ઓળખ વગર અન્ય વિશે અભિપ્રાય આપવાનું બંધ કર !

બે પાવન ક્ષણ વચ્ચે જીવતું આ વર્તમાનનું 'પરમ' અજવાળું,
ભૂત ભાવિનાં અંધારામાં જાતને 'પાગલ' કરવાનું બંધ કર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational