બલિદાન
બલિદાન
બલિદાનનું પણ બલિદાન છે, આઝાદી હજી પણ નાદાન છે.
રોડ છે બંગલા ને ઝૂંપડા વચ્ચે રોડ પર મોંઘવારીના વાહન છે.
બહાર અપમાન છે બેશુમાર ને ઘરમાં ગરીબી ભૂખનાં તોફાન છે,
દ્રશ્યો જોઉં રોજ લાચાર બનીને શહેરની વચ્ચે મારું પણ મકાન છે,
લોકડાઉને લોકોને પૂર્યા લોકઅપમાં બહાર કોરોના સાથે ઘમાસાન છે,
સપડાયેલા છે સૌ મહામારી હાથમાં ખરી આઝાદી નદીને ઝાડપાનમાં છે,
ફ્રી ઈન્ડિયામાં ફ્રી મળે મોત ફક્ત દવાઓના ઊંચા તેજ ગુમાન છે.
