બીતે વર્ષ
બીતે વર્ષ
બીતે વર્ષ લોકો થયા હતા શોક
વર્ષની શરૂઆતમાં કોરોનાનો ખોફ,
પરિસ્થિતિ જ્યાં થાળે પડી
ત્યાં બીજી લહેરનો રોફ,
કેટકેટલી તકલીફો લોકોને પડી
હેલ્થ અને ધનની બરબાદીની પોક,
ના પહેરે માસ્ક લોકો
ના લે જલ્દી વેક્સિન !
સરકારી રાહે અપાતી
મફતમાં વેક્સિન,
નાસમજને સમજાવા પડે
લે લો મફતમાં વેક્સિન,
ભણેલા પણ કેવા અભણ !
એના કારણે નવા વાયરસ !
કેવી કેવી અફવાઓ
ફેલાવે નાસમજ લોક,
અંતે સફળતા સરકારને મળી
રેકોર્ડ બ્રેક વેક્સિન આપી,
ત્યાં નવા વાયરસે દસ્તક દીધી,
સમજુઓ જો રાખે સાવચેતી
વાયરસથી ના થાય પરેશાની,
બીતે લમ્હે નહોતી સારી !
આશા છે કે નવા વર્ષ બનશે ન્યારી.
