" બીતે લમ્હે "
" બીતે લમ્હે "
જમાનો થયો,
એ જમાનાને શું યાદ કરૂં,
ભૂલી ગયેલી વાતોને શું કામ યાદ કરૂં,
યાદ રહેશે આ વર્ષ ૨૦૨૦ પણ,
કોરોનાની પરેશાનીને ભયનો,
એ લોકડાઉન ને કરફ્યુના દિવસો,
સાવચેતી રાખતા જીવનમાં,
કટોકટીમાં કેવું જીવન જીવવું ?,
ને કરકસર પણ જીવનમાં કરવી,
ઓછા સાધનો એ સાદુ જીવન,
ટીવી, પુસ્તકો અને ઓનલાઈન વાંચન,
કેવું સરસ રીતે જીવાયું ?,
સોશ્યલ ડિસ્ટન્સ ને માસ્ક,
હેન્ડવોશ ને સેનેટાઈઝર પણ,
સજાગતા અને સભાનતા,
નવું શીખ્યા આ વર્ષે...!
