ભૂતકાળ
ભૂતકાળ


રહ્યો ના સમય હાથ ઝાલ્યો
વખતે વખત સરસર હાલ્યો,
સારી નરસી છાપ કંડારતો
કરતો ખુશ તો ક્યારે ડારતો,
ચાલ્યા પડતાં ને આખડતાં
વહાલતા કોઈકને બાખડતાં,
સફળ પહોંચ્યા સાંજે મંઝિલે
કોઈક વળી અધવચ્ચે ઝીલે,
ભૂલ મહીં શીખ્યા તે સુધર્યા,
બાકી જિદ કરી અહંકાર ધર્યા,
બીજાને ડૂબાડી સ્વયં ડૂબ્યા
પરોપજીવી અન્ય પર નભ્યા,
ભૂતકાળ ઈતિહાસનો દર્પણ
ફળ પાત્રતા જોઈ કરે અર્પણ,
વાગોળતા સુખ લાગે મીઠો
વહી જતો નજર સામે દીઠો,
દુઃખી જિંદગીભર રડે રોદણાં
કાળ બદલે વહે રક્ત છુંદણાં,
રહ્યો ના સમય હાથ ઝાલ્યો
ભવિષ્ય સ્વરૂપે ફૂલ્યો ફાલ્યો.