ભૂલાતી નથી
ભૂલાતી નથી
કરી મેં કોશિશ કેટકેટલી
તારી સાથેની એ પળ મને
આજ પણ ભૂલાતી નથી,
હતું ઘણું એવું જિંદગીમાં
પણ તું આને તારી વાતો
આજ પણ ભૂલાતી નથી,
મળી ખુશી અનેક મને
તારી સાથે માણેલી એ ખુશી
આજ પણ ભૂલાતી નથી,
આમ તો જિંદગીમાં હજારો ભીડ
પણ તારા એ ચહેરાની સ્માઈલ
આજ પણ ભૂલાતી નથી.
