STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ભૂલ થઈ ગઈ

ભૂલ થઈ ગઈ

1 min
185

મારી ભૂલ થઈ ગઈ

કહી ને માફી માગતી રહી

સ્વમાન મારું કચડી

સંબંધોને બચાવતી રહી


શોખ અને સપનાઓને હૈયે દફનાવી

પરિવારની ચિંતા કરતી ગઈ

જાતને ભસ્મ કરી દરેકના

જીવનમાં ઉજાસ કરતી ગઈ


જીવનની દરેક પળ પરિવાર પાછળ ખર્ચતી ગઈ

સુખોનો ઢગ કરી ઉદાસી ઓગાળતી ગઈ

ભીતરથી ખાલી થતી ગઈ

બહારથી મજબૂત થતી ગઈ


સંબંધોને બચાવવા જાત મારી

દાવ પર લગાવતી ગઈ

હૈયે ભડકતી આગની જ્વાળાઓને

આંસુઓથી ઠારતી રહી

આમ રોજરોજ મારી જાતને મારતી રહી



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy