બહુરૂપિયા
બહુરૂપિયા


સેવાભક્તિ કથા-કિર્તન પૂજા પાઠે છૂપાયેલી સ્વાર્થવૃત્તિ,
નેતા-અભિનેતા કથા-કીર્તનકાર સર્જક વિશ્લેષક પ્રવૃત્તિ,
છૂપો ધંધાકીય ઢંઢેરો લૈ કરે મીઠા ઝરે સામાજિક પ્રવૃત્તિ,
પછીનો નૈ શબ્દે મીઠી ઝરા સુખ-ઐયાશી ધુતીયા પ્રવૃત્તિ,
માન મોભો મર્યાદા ભોગવે વિના અડચણ આણ અસરે,
સમયપત્રકની રાજાશાહી ખુદ હુકમે પધરામણી આચરે,
નૈ હિસાબો ચોપડે નૈ સરકારી લાયસન્સી જટિલ સમસ્યા,
ટેક્સફ્રી ધંધો કરે નૈ બોર્ડના સ્થાન સભાઓ રચે ખુલ્લામાં,
પ્રભુ કિર્તનની ફીસ વસુલે કરી ભીડ એકઠી છે મુદસદગીરી,
નેતા અભિનેતા સર્જક વિશ્લેષક નટ નૃત્યાંગનાએ અદાકારી,
દીવો ડાયમંડ ન માંગે પ્રકાશ ઝળહળે ખુદ પછીને ન્હાય,
પર પ્રકાશે ખુદ ઉજળે બહુરૂપિયા પર ભણે ખૈ નકલે ન્હાય.