બહુ સારું થયું
બહુ સારું થયું
એક અંધારું બધે છાયું, બહુ સારું થયું
વાંચવાનું જ ના વંચાયું, બહુ સારું થયું,
રિક્તતા તો સાથ આપે છે મને સારી રીતે
દુઃખ એની સાથ ખોલાયું, બહુ સારું થયું,
તું સમયસર આફતો આપ્યા કરે છે એટલે
કોણ કેવું છે એ પરખાયું, બહુ સારું થયું,
ભાર એનો દિલ મહીં કોને ખબર શું શું કરત
ભાવનાનું નીર છલકાયું, બહુ સારું થયું,
કોઈ બીજું સાથ આપે કેમ દિલ ઓ જાનથી
મન વ્યથાનું ક્યાંક અટવાયું, બહુ સારું થયું,
જિંદગી કારણ વિના વીતી ગઈ તો શું થયું
મોતનું કારણ ન સમજાયું, બહુ સારું થયું.

