STORYMIRROR

Akshay Dhamecha

Others

3  

Akshay Dhamecha

Others

આજ દિવાળી આવી રે

આજ દિવાળી આવી રે

1 min
406

દીપ જ્યોત પ્રગટાવો રે, આજ દિવાળી આવી રે,

રોશન દુનિયા થાઓ રે, આજ દિવાળી આવી રે,


વેર ઝેરને વિસરી જઈ, 

માફ કરીને મોટા થઈ,

ખુશ્બો ચારે કોર રહે, 

ફૂલોમાં ગલગોટા થઈ,

ભૂલી સૌ સંતાપો રે, આજ દિવાળી આવી રે,

રોશન દુનિયા થાઓ રે, આજ દિવાળી આવી રે,


નિજાનંદને પંપોળી‌, 

બ્હેની પૂરતી રંગોળી,

મા દીપક પ્રગટાવે, 

વાટ ઘીમાં ડૂબોળી,

ગીત મજાનાં ગાઓ રે, આજ દિવાળી આવી રે,

રોશન દુનિયા થાઓ રે, આજ દિવાળી આવી રે,


સૌ ખુશીઓના રંગે,

રંગાઈ નવી ઉમંગે,

તહેવારોને માણીયે,

ને હર્ષોલ્લાસને સંગે,

દુઃખ સઘળાં જાઓ રે, આજ દિવાળી આવી રે,

રોશન દુનિયા થાઓ રે, આજ દિવાળી આવી રે.


Rate this content
Log in