પાનખર
પાનખર
1 min
123
રહ્યું છે હવે ક્યાં સંબંધ જેવું ?
કે કરવું પડે છે પ્રબંધ જેવું !
હું તો એને સમજું છું અંત જેવું,
ભલે એ કહે, 'છે અનંત જેવું',
હજું શ્વાસ ચાલે નસીબ કેવું ?
અભાવે તમારાં જીવંત જેવું !
મળો ત્યાં સુધી તો અસર રહે છે,
જરા સ્હેજ અમથા કરંટ જેવું,
જીવનભર પછી પાનખર મળે છે,
ઘડી બે ઘડીની વસંત જેવું,
છે તુજ સાથનો આ પ્રભાવ એવો,
મળે મુજમાં મારાં જ અંશ જેવું,
નથી મારી તું, તોય મારી જાણું,
સદાયે રહે છે ઘમંડ જેવું,
ગયા 'અક્ષ' જોને, પછી શું નાટક ?
જીવન આખુંયે રંગમંચ જેવું !
