STORYMIRROR

Pravin Maheta

Inspirational Others

4  

Pravin Maheta

Inspirational Others

ભટકવાનું

ભટકવાનું

1 min
298

પ્રત્યેક યોનીમાં સ્થાન લઈ પછી તારે જન્મવાનું,

આવી અવની પર પછી જ્યાં ત્યાં ભટકવાનું,


ક્યારેક શ્વાન બની તારે થશે સૌને ભસવાનું,

તો ક્યારેક રૂપ ધરી બિલાડીનું ઉંદર મારવાનું,


વળી ક્યારેક ઉંદર બની કોઈનું વસ્ત્ર કાપવાનું,

બની મચ્છર અને પછી કોઈનું લોહી ચૂંસવાનું,


રાતનો રાજા બની વળી ખટમલ રૂપ ધરવાનું,

સૂતેલા માનવ જાતના લોહીથી પેટ ભરવાનું,


વળી બની સાપ તારે પ્રાણીમાત્રને દંશવાનું,

અજગર બની શિકારને તારે થશે ગળવાનું,


ગાય, ભેંસ, બકરી, ઘેટું, બની તારે ચરવાનું,

દોહીને દૂધ પીશે પછી પાકડું બનીને રખડવાનું,


દયાળુ સાચવે ને કા પછી પાપી હાથે પિટાવવાનું,

ક્યારેક સિંહ યોનીમાં જન્મી મારણ કરવાનું,


ક્યારેક ઝરખ બની તારે થશે મડદા આરોગવાનું,

વળી વીંછી બની તારે કોઈને થશે ડંખવાનું,


કર્મ પ્રમાણેનાં ફળ મુજબ ખોળિયું ધરવાનું, 

સારા કર્મનું ફળ સદાયને માટે સુંદર મળવાનું,


અકર્મનું ફળ યોનિએ યોનિએ ખરાબ પામવાનું,

આમ કર્મ પ્રમાણે તારે થશે પછી જન્મ ધરવાનું,


માટે મળ્યો મનુજ દેહ તો ઈશ્વરનું ધ્યાન ધરવાનું,

રાખી સૌ સાથે પ્રેમ તારે સર્વ સમાજને ગમવાનું,


કોઈનું સુખ જોઈ તારે મનને સદા રાજી રાખવાનું,

જોઈ દુઃખ બીજાતણું તેને આશ્વાસન આપવાનું,


ઈશ ઉપકાર માની આરાધ્યદેવને સદાય આરાધવાનું,

બાકી તો મુસાફર છે ચાર દિનનાં થશે બદલવાનું,


આજ અહીં તો કાલ બીજે થાશે ગતિ કરવાનું,

સ્વીકારી લે તું સાચા દિલથી લોકપ્રેમી બનવાનું,


પ્રભુ પૂજામાં સમય ગાળીને નામ એનું ભજવાનું,

બંધ મુઠ્ઠીએ આવ્યા "પ્રવિણ" ખુલ્લા હાથે ફરવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational