ભ્રમરની વાત
ભ્રમરની વાત
લાકડા કેરું કલેજું કોતરનાર,
પુરાઈ રહે એ કેદમાં રાતભર,
પ્રેમબંધનમાં બંધાઈ રહેનાર,
છૂટી શકેના એ ભ્રમર તલભાર.
અગર ધારે તો એ નીકળી શકે,
ફુલની પાંખડીઓને વીંધી શકે,
કેવું તો એ બંધન,જે રોકી શકે,
જે જીતેલી બાજી ને હારી શકે.

