STORYMIRROR

Monika Patel

Classics Inspirational

4  

Monika Patel

Classics Inspirational

ભણતર

ભણતર

1 min
351

બચપણથી જોયેલું સપનું સાકાર કરવું છે,

મારે ભણતરથી આ દેશને આબાદ કરવું છે.


જીવનની હર એક ક્ષણનું જોડાણ કરવું છે,

મારે ભણતરથી પ્રગતિપથ પર પ્રયાણ કરવું છે.


મેળવીને સફળતા મારે દુનિયાને બતાવવું છે,

મારે ભણતરથી પરિવારનું માન વધારવું છે.


ઈમાનદારીથી મારે મારા દેશની રક્ષા કરવી છે,

મારે ભણતરથી ભ્રષ્ટાચારની નીતિ તોડવી છે.


મારે સપનાઓથી ઊંચી ઉડાન ભરવી છે,

મારે ભણતરથી મારા દેશની પ્રગતિ કરવી છે. 


હું હંમેશા રહીશ તત્પર આ દેશ માટે લડવા,

મારે ભણતરના હથિયારથી જંગ લડવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics