STORYMIRROR

Heena Pandya (ખુશી)

Inspirational Others

4  

Heena Pandya (ખુશી)

Inspirational Others

ભળતું લાગે

ભળતું લાગે

1 min
324

વિશ્વ આખું આ હૃદયમાં રોજ ભળતું લાગે.

ક્યાંક મારામાં વસીને સાવ મળતું લાગે.


જોઇને પાક્કા મકાનો બાગ માટે ઊંડે,

એક છાની આહટે થોડુંક ચળતું લાગે.


ક્યાં લગી શોધ્યા કરે માણસ સુખી બનવાને ?

કારખાના ઓકશે એ ઝેર રળતું લાગે.


તેં જ કાપ્યા ઝાડને હાથે કરી શું કહેવું,

આજ પંખી ગાન ભડકે ખૂબ બળતું લાગે.


પાંદડાનાં મૂળિયા આખા "ખુશી" મળશે ક્યાં ?

સાચવી જો રાખ, સામે ખૂબ વળતું લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational