STORYMIRROR

Jay D Dixit

Inspirational

4  

Jay D Dixit

Inspirational

ભિન્ન અભિન્ન

ભિન્ન અભિન્ન

1 min
252

ભિન્ન ભિન્ન ધર્મ ચર્મ,

ખિન્ન ખિન્ન અધર્મ કર્મ,

સ્વતંત્ર સહુ સ્વાયત્ત છે,

રંગ રૂપથી છિન્ન છિન્ન.


ક્યાંક ઓમ, ક્યાંક ક્રોસ,

ક્યાંક પંચ તારક બ્રહ્મ,

ક્યાંક શૌર્ય, ક્યાંક ચક્ર,

ક્યાંક ચંદ્રનું શોભે ચિન્હ.


પ્રદેશ પ્રદેશથી દેશ છે,

ધરાને જોડતા વેશ છે,

મહાનતાની હોડમાં, અહીં

હૈયે કલેશ એ હિન્ન હિન્ન.


મહાન એક રાષ્ટ્ર છે,

ધર્મથી પર રાષ્ટ્રધર્મ છે,

જાતિ, ભાષા, રંગ, વેશ,

ભૂલે સહુ તો દેશ અભિન્ન.


સ્વાર્થ, લોભ, લાલચે,

જે કોઈએ આણી આંચ છે,

ફરી ટૂકડે ટૂકડા એક થઈ,

કરીશું એને છિન્ન ભિન્ન.


અખંડ છે અનંત છે,

અસ્ત થઈ ઉદય ફરી,

થવાનો જેનો ઢંગ છે,

સદા રહેશે 'કલ્પ'માં લિન્ન લિન્ન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational