ભીતરનું દર્દ
ભીતરનું દર્દ
વાગે છે ઠેસ જ્યારે કોઈની,
ખરાબ વાણી,વર્તન કે દુવ્યવહારથી......!
કે પછી કોઈના વિરહની વેદનાથી....!
કે જીવનના પળોની દદૅભરી
ઘટનાથી.......!
ત્યારે સર્જાય છે માનવ હૃદયમાં,
પીડા આપતાં ભીતરનાં દર્દો....!
સપનાઓ કેરા મહેલને,
છિન્નભિન્ન કરીને,
હ્રદયને કોરી નાખે છે,
આ ભીતરનાં દર્દો.....!
ના કોઈ ઉમંગ કે ના ઉત્સાહ,
બસ ખાલી અશ્રુઓની ધારા,
વરસાવે છે આ ભીતરનાં દર્દો....!
આ ભીતરનાં દર્દોનું કહેવું શું ?
એકને માંડ અળગો કરું,
તો બીજો રહે તૈયાર.....!
આ જીવન સફરમાં થાકી હું તો,
લઈ ભીતરનાં દર્દોની સંભાળ....!
બસ હવે તો વધાવી લઉં છું,
કુદરતનો નેમ સમજી.....!
નિભાવી જાણું છું એને,
મારાં કર્મ સમજી.....!
ભીતર અનરાધાર રડતાં,
બહાર ખોટી સ્માઈલ કરતા...!
ખોટેખોટા આ જીવનમાં,
ખુદ નાટક બની નાટક ભજવતાં....!
તો કોને કહું આ,
મારા ભીતરનાં દર્દો....!
જે સહેતા હર કોઈ,
ભીતરો ભીતર ભીતરનાં દર્દો...!
બસ પોતે જ બની જર્જ,
કહું છું હરિને તરતજ....!
તો દૂર થાય ભારણ ,
દર્દોનું તે વખતજ......!
જ્યારે હું થઈ 'સ્વ'ને સમર્પિત,
હરિનાં શ્રી ચરણોમાં....!
ભીતરનાં દર્દો નો વિસ્ફોટ થયો,
મમ દર્દભર્યા હ્રદયમાં....!
હવે તો દર્દનેય પડકાર કરું છું,
આવી તો જો જરા.....!
હરિનાં ભજન કેરાં 'સુદર્શનચક્ર' સામે,
યુદ્ધ કરી તો જો જરા.....!