Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Inspirational

4  

Ramesh Patel

Inspirational

ભીંની છે આંખ વતનની

ભીંની છે આંખ વતનની

1 min
48


ભીંની છે આંખ વતનની જવાનો….

 

ઘૂમતો, રણ  સાગર  ને  હિમાળો

વિકટ પથડે ગીત વતનના ગાતો

વીર ધરી અંગ ત્રિરંગો પોઢાયો

કુંભ અમૃતનો જાણે રે ઢોળાયો

 

ઝૂકાવી શીશ દઈએ સન્માનો

ભીંની છે આંખ વતનની જવાનો(૨)

 

દુર્ગમ ઘાટે રમતી નિત સવારી

શાન અમારી જ ખુમારી આ તારી

ના ફિકર દગાબાજોના મતવાલો

સાવજ શૂરો ધન્ય તું રખવાળો

 

ઝૂકાવી શીશ દઈએ સન્માનો

ભીંની છે આંખ વતનની જવાનો(૨)

 

તું અભિમન્યુ જ અમારો ઓ ધીરા

ભારતમાની શાન જ તું દુલારા

છે લાખેણી શહાદત જ યારો

ધન્ય તમે માવતર! વીર સંતાનો

ઝૂકાવી શીશ દઈએ સન્માનો

ભીંની છે આંખ વતનની જવાનો(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational