STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

4  

Chaitanya Joshi

Inspirational Others

બહેની મારી

બહેની મારી

1 min
28.1K


તને કોની સાથે સરખાવી જોઉં બહેની મારી,

કે પછી પ્રેમની પ્રતિમા કહી દઉં બહેની મારી.


બાળપણની યાદો તારી માનસપટલે આવતી,

તારા વિના હું એકલો અટૂલો થઉં બહેની મારી.


રમતમાં તું ચાહી કરીને હારી મને જીતાડતીને,

મારી પીઠ થાબડતી તારો ૠણી રહું બહેની મારી.


મમ્મીની ગેરહાજરીમાં તું કેવીકેવી કાળજી લેતી,

જમાડીને જ પછી જમતી તું સહુ બહેની મારી.


લડતાં, ઝઘડતાં, વાદવિવાદ કરતાં ભાગ ટાણે,

સંપસલાહે તારી પાસે જ હું રહું બહેની મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational