STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

બહેની મારી.

બહેની મારી.

1 min
27.7K


સૂવડાવી હિંચકામાંને ઝૂલાવતી બહેની મારી.

હાલરડાં હેતથકી સંભળાવતી બહેની મારી.


જો હું ક્વચિત્ રડું તો વારેવારે એ મનાવતી,

રમતમાં પોતે હારીને જીતાડતી બહેની મારી.


અધૂરું લેસન મારું પાસે બેસીને લખાવતી, 

પરીક્ષા ટાણે શુકન અપાવતી બહેની મારી.


કદીક માતપિતા સંગ વાદવિવાદે રીસામણા, 

પક્ષ મારો ખેંચીને એ પટાવતી બહેની મારી.


જતાં શહેરમાં અંગુલિ મુજ ગ્રહીને ધપતી,

વળતાં ભાવતો ભાગ અપાવતી બહેની મારી.


આવી વેળા એકદા એને શ્વસુરગૃહે જવાની,

સર્વસ્વ હરીને નૈનને વરસાવતી બહેની મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational