STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

ભાઈ બહેનનો પ્રેમ

ભાઈ બહેનનો પ્રેમ

1 min
176

બે બહેનોનો એક નાનો ભાઈ

ઘરનો એ બહુ લાડકવાયો,


માતા રમાડે પિતા રમાડે

બહેનો ફૂદરડી ફરતા જાય,


જોઈને હસતો નાનો ભાઈ

બહેનોને કરતો વ્હાલો ભાઈ,


ગોદીમાં લે, કેડે તેડે

બહાર કદી ના ચાલવા દે,


રમતા રમતા પડતો ભાઈ

બહેનોનો જીવ રડતો થાય,


શાંત રાખી ચોકલેટ આપે 

એવો પ્રેમ કરતા બહેન ભાઈ,


આવું તો દરેક ઘરમાં હોય

સાચો પ્રેમ ભાઈ બહેનનો પ્રેમ,


હળીમળીને સંપીને રહીએ

મોટા બનીને પણ સ્નેહથી જીવે,


રક્ષાબંધને મળતા બહેન ભાઈ

આંખોમાંથી અશ્રુધારા વહે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama