ભાગ્યનો પટારો ખુલી ગયો
ભાગ્યનો પટારો ખુલી ગયો
દોસ્ત મળ્યો ને એના પ્રેમમાં હું ડૂબી ગયો,
મારા જીવનમાં જાણે સુખનો સૂર્ય ઊગી ગયો,
આમ તો ખોવાઈ ગયો હતો હું રસ્તામાં,
પણ મળ્યો દોસ્ત અને હું મંઝિલ સુધી પુગી ગયો,
થાકી પાકી ને હું લોથ પોથ થઈ ગયો હતો,
મળ્યો દોસ્તનો સહારો અને હું ઝઝૂમી ગયો,
હંમેશા બંધ રહેતો હતો મારો કિસ્મતનો પટારો,
પણ મળ્યો દોસ્તનો સંગાથ ને ભાગ્યનો પટારો ખૂલી ગયો,
મળ્યો મને જાણે કૃષ્ણ જેવો દોસ્ત !
મારા દુઃખોને તો હવે હું સાવ ભૂલી ગયો,
ખીલી ગઈ મારા જીવનમાં વસંત,
જાણે પાનખરનો ઘાવ હું ભૂલી ગયો,
મળી ગયો દોસ્ત મને કૃષ્ણ જેવો,
મારા દુઃખોને સુખોમાં એ બદલી ગયો.
