STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ભાગ્યનો બેતાજ બાદશાહ બની જઈશ

ભાગ્યનો બેતાજ બાદશાહ બની જઈશ

1 min
363

તું કઈ બટકણી પેન્સિલ નથી કે તુટી જઈશ,

તું તો લોહની મજબૂત જંજીર છે,

તું તો જંગમાં જીતી જઈશ.


વિશાળ ઝંખનાઓ પડી હદયના ખૂણે,

બસ આકાશે એને નવું ઉડાન આપી દે,

તું સફળતાનું નવું આકાશ આંબી જઈશ.


ભલે ને સૂરજ આથમી જાય,

દીવો બની પ્રગટી જા,

બીજાની રાહ રોશન કરતો જા,

દુનિયામાં અમર થઈ જઈશ.


તારી રાહમાં પણ રોશની થઈ જશે,

બસ દીવો બની પ્રકાશ પાથરતો જા,

તારી મંઝિલ સુધી પહોંચી જઈશ.


ખરી પડેલું ફૂલ પણ ક્યાં સુંગંધથી નાતો તોડે છે ?

તારી જાતને તારી સાથે જોડી દે, ભવસાગર તરી જઈશ.


આ કળીને ક્યાં ઝાકળનો ભાર લાગે છે !

એ તો તોય ખિલખિલાટ હસતી જાય છે,

બસ તારા અઘરો પર મુસ્કાન રાખ,

ભાગ્યનો બેતાજ બાદશાહ બની જઈશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational