STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

બેવફા સનમ

બેવફા સનમ

1 min
440

કેવી કદર કરી તે પ્રેમની મારા,

પ્રેમમાં દગાનો તુ ડંખ દઈ ગઈ,

મુજ સંગ જીવનમાં રમત કરીને, 

મુજને છોડી તુ બેવફા થઈ ગઈ.


પ્રેમનો ખૂબ દેખાવ કર્યો તે મુજને, 

દિલ તોડીને અવગણ્યો તે મુજને,

અસલીયત તારી માલુમ થઈ ગઈ

મુજને છોડી તુ બેવફા બની ગઈ.


પ્રેમમાં ડૂબાડીને લૂંટ્યો તે મુજને,

તન, મન, ધનથી નિચોવ્યો મુજને,

પ્રેમ શબ્દની મર્યાદા તું તોડી ગઈ

મુજને છોડી તું બેવફા બની ગઈ.


અરમાનોમાં સરકાવ્યો તે મુજને,

પ્રેમના ઝખ્મોથી તડપાવ્યો મુજને,

વિરહની અગ્નિમાં તુ જલાવી ગઈ,

મુજને છોડીને તુ બેવફા બની ગઈ.


પ્રેમનો શિકાર બનાવ્યો તે મુજને,

દિવાનો બનાવી નચાવ્યો તે મુજને,

"મુરલી" જીવન તું વેરાન કરી ગઈ,

મુજને છોડી તું બેવફા બની ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance