બેસુમાર થા !
બેસુમાર થા !
તું તારો પ્યાર થા,
તું તારો યાર થા,
તૂટેલો હોય તંબૂરો,
તું તારો તાર થા,
ખુદને વખાણી લે,
તું તારો હાર થા,
જર્જરિત હોય જગા,
તું તારો આધાર થા,
લાગણી પડે ઓછી તો,
તું તારો દિલદાર થા,
ચારેય દિશાઓ તારીજ,
તું અનંત એકાકાર થા,
વિપદા હોય ભેંકાર,
તું હાહાકાર થા,
કોઇ ના પકડે હાથતો,
તું તારો સૂત્રધાર થા,
નથી કદર જ્યાં તારી,
તું સાવ સૂનકાર થા,
જે પણ થા તું,
તું બેસુમાર થા !
