બેનીના આશિષ
બેનીના આશિષ
1 min
42
રક્ષા તણે તાંતણે ભાઈલા,
હું તને રક્ષુ છું.....!
તારી સર્વે બાધાઓને,
હું છેદી નાખું છું....!
નહીં ફરકવા દઉં કોઈ,
ગમની લહેર,
એટલી પૂરેપૂરી ખાતરી
આપું છું.....!
આ રાખડીના તાંતણે તાંતણે
મેં વિનવ્યા છે પ્રભુને....!
બસ રહે ખુશ તું સદા,
એવી આજીજી કરી છે
પ્રભુને....!
રક્ષશે સદા તુજને મારી આ
હેતભરી રાખડી,
ને કદમ ચૂમશે જીવનમાં,
સફળતા તારી....!
હૈયાના હેતથી આશિષો
છલકાવી,
બેની તારા જીવનમાં
ખુશહાલી પ્રાર્થે છે....!
રક્ષાબંધન તો ખાલી
નિમિત્ત જ છે,
હું તો સદા તારી રક્ષાની
પ્રાર્થના કરું છું....!
ભાઈલા હરહંમેશ ખુશ
રહે તું,
તારી બેનીની અપ્રતિમ
ઢાલ છે તું....!