Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nita Patel

Tragedy

3  

Nita Patel

Tragedy

બદલાય છે

બદલાય છે

1 min
6.9K


આમ પણ વહેવારમાં રિવાજ ક્યાં બદલાય છે ?

આંસુઓની એ દિશાઓ ક્યાં હવે સચવાય છે 

કોણ અંગત છે અહીં કે હું રડું ખોબો ભરી,

દિલ કદી દુભાય ત્યારે બસ ગઝલ ભીંજાય છે.  

વાંક મારો શું હતો, આબોહવા શું કહી શકે?

પ્રેમ આપ્યો મેં જરી, ત્યાં તો હવા ગભરાય છે.

તેં ભર્યુ સિંદુર મારા શિશ પર એ કારણે,

જિંદગી બે, પથ ઊપર પણ કાયમી બંધાય છે.

રાતભર જાગી ભરી’તી સ્વપ્નની થેલી અને,

સૂર્ય ઉગતાંવેંત એ થેલીને સદા ચોરી જાય છે.


Rate this content
Log in