STORYMIRROR

Nita Patel

Others

2  

Nita Patel

Others

બાગમાં

બાગમાં

1 min
14.4K


કેટલાં ફૂલો સવારે જો ખીલે છે બાગમાં,

ઓસનાં કારણ ઘણાં કંટક થીજે છે બાગમાં.

 

હું ફરું છું રોજ થઇને વાયરો ચોમેર ને

મ્હેકની ત્યારે સવારી નીકળે છે બાગમાં.

 

માંગ ઇશ્વર પાસ તું કલરવ બની પંખી પછી,

ડાળીઓ ને વૃક્ષ મસ્તીથી ગુંજે છે બાગમાં.

 

મિત્રતામાં જો ભળે વરસાદ થોડો એ પછી,

પ્રેમની ઋતુ સહજતાથી ઝૂમે છે બાગમાં.

 

રોજ સાંજે નીકળે છે લોક ફરવા બ્હાર ને,

શું ખબર ક્યાંથી હૂંફાળી ક્ષણ મળે છે બાગમાં.


Rate this content
Log in