આવ્યા શ્રાવણ કેર સરવડા
આવ્યા શ્રાવણ કેર સરવડા
1 min
13.6K
આવ્યા શ્રાવણ કેર સરવડા, જેમાં ભીંજાયું મારું તન-મન
ક્યાં છે એને ચૈન કે જપ રે, એ તો ભમે છે મન વનરાવન.
આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.
ગગને ધેરાયેલાં વાદળ નીરખું, ફૂટે શમણાંનું ગીત,
ભીતર ઝંખે મન પીયુ પીયુ, આવી પાગલ છે મારી પ્રીત
ખીલ્યાં ફૂલો દેખી દેખી મારું મહેકી ઉઠ્યું મધુવન
આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.
આવું ન વરસો મુજથી સહન ન થાયે આ એકાંતી સફર
ઓરે વાદળ હવે વિખરાય જાઓ, લાગશે મારી નજર
ગડગડાટથી તું વરસી પડે, તને નડે ના કોઈ બંધ
આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.