વરસાદ છે...?
વરસાદ છે...?
1 min
13.5K
બાગમાં ખીલી કળી, વરસાદ છે,
આંખમાં જીલી છબી, વરસાદ છે.
હોઠ પર અંકુર ફટયાં યાદનાં,
રાતભર જાગી સખી, વરસાદ છે.
છે અષાઢી પુરજો સાગર ભરી,
ને ભરેલી આભલી, વરસાદ છે.
શું કહું થર-થર શરીરે ધ્રુજવે,
આગ ચાહતની જલી, વરસાદ છે.
છે ‘નવલ’ની નાવ પાતાળે અડી,
દર્દ ઝીલે માછલી, વરસાદ છે.
