STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

બારીની બહાર

બારીની બહાર

1 min
186

ઘરની બારી ખોલી મેં,

તો સૂરજની કિરણનું આગમન થયું,


જાણે સુપ્રભાત કહેવા આવી આ કિરણ,

કઈ કેટલીય આશા, ઉમંગને સ્ફૂર્તિ લાવી,


બારી ખોલી તો આ હવા અંદર દાખલ થઈ,

ફૂલોની મહેક લાવી,

આનંદ લાવી,

ઉલ્લાસ લાવી,


બારી ખોલી તો આ ગુલાબની ડાળી,

બારીમાંથી ડોકાઈ સવારની શુભેચ્છા પાઠવી ગઈ,


કંટક વચ્ચે પણ મુસ્કુરહટની તાલીમ દઈ ગઈ,

આ પંખીઓનો કલરવ જિંદગીનું નવું ગીત,

નવો આનંદ આપી ગયા,

આ પતંગિયાઓ નવી સ્ફૂર્તિ, નવી ઉડાન દઈ ગયા,


બારી ખોલી તો આ નાનું સુંદર બાળક,

સુંદર મુસ્કાન આપી,

વ્હાલ આપી ગયો,

આ બારીની બહાર તો કેટલું સુંદર આકાશ છે,


સુંદર ફૂલો,

સુંદર પતંગિયા,

તાજી હવા છે,

કેટલીય ખુશી છે,

પણ એક સવાલ કરું,

મે હવે છેક કેમ હૃદયની બારી ખોલી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational